Jay Adhya Shakti Aarti in Gujarati Lyrics
ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી
અંબામા આરતી – જય આદ્યા શક્તિ
જય આદ્ય શક્તિ મા જય આદ્ય શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રકટ્યા મા … ઓમ
દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાયે હર માં … ઓમ
તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી તું તરવેણી મા … ઓમ
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ
પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ તત્વ ત્યાં સોહીએ, પંચે તત્વોમાં … ઓમ
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યા સર્વે મા … ઓમ
સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ
અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા
સુરનર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ
દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ
બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા … ઓમ
તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમ
ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા … ઓમ
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ
ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ઓમ
શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ
એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ
According to Hindu Mythology singing Jay Adhya Shakti Aarti in Gujarati on a regular basis is the best way to please Goddess Ambe and get her blessing.
હિંદુ માયથોલોજીના આધારે ગુજરાતીમાં જય અધ્ય શક્તિ આરતી ગાવાનું એ દેવે આદમને ખુશ કરવા અને તેના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
Benefits of Jay Adhya Shakti Aarti
Regular recitation of Jay Adhya Shakti Aarti gives peace of mind and keeps away all the evil from your life and makes you healthy, wealthy and prosperous.
જય અધ્ય શક્તિ આરતી લાભો
જય અધ્શ્ય શક્તિ આરતીના નિયમિત પઠન મનની શાંતિ આપે છે અને તમારા જીવનથી દુષ્ટતા દૂર કરે છે અને તંદુરસ્ત, સમૃદ્ધ અને સમૃદ્ધ બનાવે છે.
Download Jay Adhya Shakti Aarti in Gujarati PDF/MP3
જય અધ્ય શક્તિ આરતી MP3/PDF ડાઉનલોડ કરો
By clicking below you can Free Download Ambe Aarti in PDF/MP3 format or also can Print it.